
ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે
આ મેચ 1 માર્ચથી 5 માર્ચ વચ્ચે રમાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. પહેલા આ મેચ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ધર્મશાળા સ્ટેડિયમમાં યોજાવાની હતી, પરંતુ હવે તે ઈન્દોરમાં યોજાશે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. આ મેચન 1 માર્ચથી 5 માર્ચ વચ્ચે રમાશે
ધર્મશાળામાં નહીં યોજાય ત્રીજી ટેસ્ટ મેચ
ધર્મશાળા પાસેથી મેજબાની છિનવાઈ લેવામાં આવી છે. કારણ કે ઘણા સમયથી HPCA સ્ટેડિયમમાં સમારકામ ચાલી રહ્યું હતું. સમારકામના પગલે સ્ટેડિયમના મેદાન પર ઘાસ ફેલાવાયું છે તેમજ પાણીનો છંટકાવની પણ નવી વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ આ કામ પૂર્ણ થયું નથી અને ટેસ્ટ મેચ પહેલા સ્ટેડિયમની સંપૂર્ણ તૈયારી અંગેના પગલાથી આ નિર્ણય લેવાયો છે.
બોર્ડર ગાવસ્કર શ્રેણીના બાકી રહેલા મેચનું શેડ્યુલ
તારીખ | મેચ |
મેદાન |
17 – 21 ફેબ્રુઆરી | બીજી ટેસ્ટ | દિલ્હી |
1-5 માર્ચ | ત્રીજી ટેસ્ટ | ઈન્દોર |
9-13 માર્ચ | ચોથી ટેસ્ટ | અમદાવાદ |