Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખાના એસીપીએ જાહેરમાં બર્થડેની ઉજવણી કરી કોરોના ગાઈડલાઈન અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો
  • GUJARAT

સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખાના એસીપીએ જાહેરમાં બર્થડેની ઉજવણી કરી કોરોના ગાઈડલાઈન અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો

Real August 24, 2021
acp janmdinn.avi_snapshot_00.00.276
Spread the love

સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખાના એસીપીએ જાહેરમાં બર્થડેની ઉજવણી કરી કોરોના ગાઈડલાઈન અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. સોમવારે દિલ્હીગેટ ફ્લાયઓવર બ્રિજ નીચે થયેલી બર્થડેની ઉજવણીમાં એસીપીની સાથે સામેલ મોટાભાગના માસ્ક વિના હતા અને તમામે સોશ્યલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું નહોતું. આ અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખાના એસીપી

 

સુરતના પોલીસ કમિશનરે જાહેરમાં બર્થડેની ઉજવણી પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડયું છે અને પોલીસ સમયાંતરે તેનો ભંગ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરે છે. ઉપરાંત, હાલમાં કોરોનાને પગલે તેનો ફેલાવો અટકાવવા પણ વિવિધ ગાઈડલાઈનનો અમલ પોલીસ કરાવે છે અને તેનો ભંગ કરનારાઓ વિરુદ્ધ પણ એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી થાય છે. સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખાના રીજીયન 4 ના એસીપી અશોકસિંહ ચૌહાણે સોમવારે તેમના જન્મદિનની ઉજવણી દિલ્હીગેટ ફલાયઓવર બ્રિજ નીચે જાહેરમાં કરી કેક કાપી હતી. તે સમયે તેમના સંબંધીઓ અને પરિચિતો ત્યાં હાજર હતા. ઉજવણી વેળા એસીપી માસ્ક સાથે હતા પરંતુ તેમની સાથે હાજર મોટાભાગના મહિલાઓ-પુરુષોએ માસ્ક પહેર્યા નહોતા. તેમજ ઉજવણી વેળા સોશ્યલ ડિસ્ટન્સનું પણ પાલન કરાયું નહોતું. કેક કાપ્યા બાદ એસીપી ચૌહાણે પણ ભેટ સ્વીકારતી વેળા પોતાનું માસ્ક નાક નીચે ઉતારી દીધું હતું.

આજે સોશ્યલ મીડિયામાં એસીપી ચૌહાણે કરેલી ઉજવણીનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ થયેલા વિડીયોમાં એસીપી ચૌહાણ જાહેરમાં બર્થડેની ઉજવણી કરી કોરોના ગાઈડલાઈન અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતા નજરે ચઢતા તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ? તે ચર્ચાએ જોર પકડયું છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ગુજરાતી સાહિત્યના અનમોલ રત્ન એવા કવિ વીર નર્મદનો આજે જન્મદિવસ ઉજવવામાં આવ્યો
Next: એસબીઆઈ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021ના પ્રારંભ સાથે યુવાનોનું પુનરાગમન

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.