Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • 7 મહિને કમિશનર બ્રિજ જોવા ગયા:હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ચર્ચા બાદ આજે કમિશનર અને શહેરી વિકાસ અગ્ર સચિવે મુલાકાત લીધી
  • INDIA

7 મહિને કમિશનર બ્રિજ જોવા ગયા:હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ચર્ચા બાદ આજે કમિશનર અને શહેરી વિકાસ અગ્ર સચિવે મુલાકાત લીધી

Real February 28, 2023
ksbjv04s
Spread the love

અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી અને બ્રિજ બનાવવામાં આવ્યો હોવાના ખાનગી લેબોરેટરીઓના રિપોર્ટમાં ખુલાસો થયો છે. હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ ચર્ચાયા બાદ આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને શહેરી વિકાસ વિભાગનાં અગ્ર સચિવ મુકેશ કુમાર અને કોર્પોરેશનના સિટી એન્જિનિયર હિતેશ કોન્ટ્રાક્ટર સાથે આજે હાટકેશ્વર બ્રિજની મુલાકાત લીધી હતી. સાત મહિના સુધી બ્રિજની રિપેરિંગની કામગીરી બાબતે ક્યાંય કમિશનરે ધ્યાન ન આપ્યું અને હવે મુખ્યમંત્રીએ બ્રિજ મામલે કમિશનરને સૂચના આપ્યા બાદ આજે તેઓ બ્રિજની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા.

હવે ગુજરાત સરકારે પણ ગંભીર નોંધ લીધી
હાટકેશ્વર બ્રિજમાં ગાબડાં પડવાના કારણે છેલ્લા સાત મહિનાથી આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક વેપારીઓ દ્વારા બેસણું યોજી અને વિરોધ કરવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જાગ્યું છે અને કોર્પોરેશન દ્વારા જે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા તે ખાનગી લેબોરેટરીના રિપોર્ટમાં પુરવાર થયું હતું કે તેમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે મામલે હવે ગુજરાત સરકારે પણ ગંભીર નોંધ લીધી છે.

વિધાનસભામાં ઉઠ્યો હાટકેશ્વર બ્રિજનો મુદ્દો
હાટકેશ્વર બ્રિજનો મુદ્દો સોમવારે વિધાનસભામાં પણ ઉઠ્યો હતો. જે બાદ આજે સવારે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર સાથે બ્રિજની મુલાકાત લીધી હતી. IIT રુડકીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ બ્રિજમાં કઈ રીતે મટીરીયલ વાપરવામાં આવ્યું હતું, કેટલું વાપરવામાં આવ્યું હતું, ડિઝાઇનમાં કોઈ તકલીફ છે કે કેમ વગેરે બાબતોના રિપોર્ટ આવ્યા બાદ જ આ બ્રિજનો નિર્ણય લેવામાં આવશે. હાલમાં આ બ્રિજ બંધ હોવાના કારણે વેપારીઓને તો હાલાકીનો સામનો કરવો જ પડી રહ્યો છે. પરંતુ હજી છ મહિના સુધી આ બ્રિજ ચાલુ થાય તેમ લાગી રહ્યું નથી.

છથી આઠ મહિના સુધી બ્રિજ બંધ રહેશે
હાટકેશ્વર બ્રિજ છેલ્લા સાત મહિનાથી બંધ છે તેના કારણે સ્થાનિક લોકો તો હેરાન પરેશાન થઈ જ રહ્યા છે. પરંતુ હજી પણ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને ચાર પાંચ દિવસ સુધી રિપોર્ટ આવે તેમ લાગી રહ્યું નથી. તે રિપોર્ટ આવ્યા બાદ સરકાર અને કોર્પોરેશન મળી અને નક્કી કરશે કે આ બ્રિજનો શું નિર્ણય કરવો અને જો રીપેરિંગ કરવાની ફરજ પડશે. જેથી છથી આઠ મહિના સુધી બ્રિજ બંધ રહેશે અને જો તોડી અને નવો કરવાનો થશે તો બીજા ચાર વર્ષ સુધી આ બ્રિજ બનશે નહીં જેથી સ્થાનિક લોકોએ મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કોન્ટ્રેક્ટરની બદમાશી તો જુઓ!:નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં ફાયરબ્રિગેડનાં સાધનો પર ખાલી નવાં સ્ટિકર લગાવી દીધા, તપાસ વગર જ વેલિડિટી વધારી દીધી
Next: આર્નોલ્ટને પછાડી મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા, નેટવર્થમાં થયો આટલો વધારો

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.