
અમેરિકાએ ડ્રોનથી અફઘાનિસ્તાનમાં ISISના અડ્ડાઓ પર હુમલો કર્યો છે. અમેરિકાએ આ હુમલો પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલા અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં કર્યો છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ISISના ખુરાસાન જૂથના એક આતંકવાદીને ઠાર માર્યો છે. યુએસ સંરક્ષણ વિભાગના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને આ માહિતી આપી હતી. જ્યારે, અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક કાબુલ એરપોર્ટ પરથી ખસી જવા કહ્યું છે, કારણ કે ત્યાં જોખમ છે.
ગુરુવારે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલા બાદ અમેરિકાએ ચેતવણી આપી હતી કે તેનો બદલો લેવામાં આવશે અને આતંકવાદીઓને પકડી પકડીને મારવામાં આવશે. ISIS ના ખોખુરાસાન જૂથે કાબુલ એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી હતી. આ પછી, યુએસ પ્રમુખ જો બાઈડેને કહ્યું કે કાબુલ એરપોર્ટ પર હુમલાખોરો વિશે જાણે છે અને તેમને યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ યોગ્ય જવાબ આપવામાં આવશે. આના 24 કલાકની અંદર અમેરિકાએ ISISના અડ્ડાઓ પર હવાઈ હુમલા કર્યા છે.