
તમે સંપત્તિ અને સમૃદ્ધિને કઈ રીતે આકર્ષો છો? શું દેવી લક્ષ્મીની સતત પૂજા કરવાથી ભરપૂર સંપત્તિ મળશે? સોની સબ પર નવો શો શુભ
લાભ- આપકે ઘર મેં આ સામાન્ય માન્યતાઓને પહોંચી વળીને અસલ ભક્તિ અને સ્વપરિવર્તનની નોંધનીયતાનો અર્થ તારવશે. આ શો તેનાંપાત્રોનો પરિવર્તનકારી પ્રવાસ બતાવે છે, જ્યાં તેઓ તેમના રોજના જીવનમાં ભક્તિ અને આધ્યાત્મિકતા વચ્ચે સંતુલન શોધે છે. શુભ લાભ-આપકે ઘર મેં 13મી સપ્ટેમ્બરથી પ્રસારિત થશે, જે પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 9.30 વાગ્યાથી સોની સબ પર માણી શકાશે.
રતલામની પાર્શ્વભૂમિમાં તોશનીવાલ પરિવાર દરેક ભારતીય કુટુંબ જેવો જ છે, જેઓ રોજના જીવનમાં પડકારો અને સંઘર્ષનો સામનો કરે છેઅને સમૃદ્ધ જીવનની ઈચ્છા રાખે છે.
સવિતા તોશનીવાલ (ગીતાંજલી ટીકેકર) અને તેનો પતિ નિરંજન તોશનીવાલ (નસીર ખાન) નમકીન(નાસ્તા)નો ધંધો કરે છે, જે ઘરમાં નાણાકીય સમસ્યાને લીધે નુકસાનમાં ચાલી રહ્યો છે. સવિતા ગૃહિણી અને દેવી લક્ષ્મીની અસલ ભક્ત છે,જે આખા પરિવારને પ
ડતીમાંથી બચાવી લેવા માટે એકધારી રીતે જવાબદારી નિભાવે છે. દૈવી ચમત્કારમાં દઢવિશ્વાસ સાથે તે દેવી લક્ષ્મીનીકૃપા મેળવવા માટે કોઈ કસર બાકી રાખતી નથી. સવિતા તેમનું ગરીબ ભાગ્ય બદલવા કોઈ કસર બાકી રાખતી નથી અને પોતાના સંઘર્ષમાંથી દેવીનો ચમત્કાર બચાવી લેશે એવી અપેક્ષા રાખે છે અને જ્યારે કશું જ થતું નથી ત્યારે તેની ફરિયાદ છેઃ આખરે દેવી લક્ષ્મી તેના ઘર પર ક્યારેકૃપા કરશે ?તેની સતત ફરિયાદને લઈને દેવી લક્ષ્મી (છાવી પાંડે) માનવી અવતાર લે છે અને સવિતાના જીવનમાં પ્રવેશ કરવા અને સ્વપરિવર્તનના તેના પ્રવાસમાં માર્ગદર્શન આપવા માટે ધરતી પર અવતરે છે.
આ શોમાં ગીતાંજલી ટીકેકર અને છાવી પાંડે સાથે તનિશા મહેતા શ્રેયા તરીકેટેલિવિઝન પર પદાર્પણ કરી રહી છે, જે સ્માર્ટ છતાં નમ્ર છોકરી રતલામના ધનાઢ્ય પરિવારની છે. શ્રેયા સવિતાના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે તેને ભક્તિ, સચ્ચાઈ અને વિવેકવિચારનો અર્થ સમજાય છે અને ખોજ કરે છે. જય પ્રોડકશન્સ દ્વારા નિર્મિત શુભલાભ- આપકે ઘર મેં સોની સબના શોની મોહિત કરનારી લાઈન-અપમાં વધુ એક ઉમેરો છે, જેનું લક્ષ્ય તેનાં પાત્રો અને વાર્તારેખા થકી ખુશીયોં વાલી ફીલિંગ ફેલાવવાનો, પ્રેરિત કરવા અને મનોરંજિત કરવાનો છે. શોમાં સવિતાનો મોટો પુત્ર રોહિત તરીકે મિતિલ જૈન, નાનો પુત્ર વૈભવ તરીકે મનન જોશી અને પુત્રી તરીકે રૂહી તરીકે માહી શર્મા છે.