
પુણાગામ પર્વત પાટિયા ચાર રસ્તા નજીક આવેલ મગોબ સ્કુલ ખાતે મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ઉજવણી યોગ શિબિર અને હવન સાથે કરવામાં આવી હતી.
રાજ્યના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જન્મદિવસના અવસરે દેશભરમાં લોકહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે. જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘાયુ, નિરોગી સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ૭૧ અલગ – અલગ સ્થળોએ હવન અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત શહેરમાં ૯ સ્થળોએ આજે યોગ શિબિરના કાર્યક્રમો યોજાયા હતા. પર્વત પાટિયા મગોબ સ્કુલ ખાતે પતંજલિ મહિલા યોગ સમિતિ દ્વારા વડાપ્રધાન મોદીના ૭૧માં જન્મદિવસ પ્રસંગે ૭૧ કરતા વધુ નાગરિકોએ યોગ શિબિર જોડીને યોગ કર્યા હતા. તેમજ વડાપ્રધાનની દીર્ઘાયુ માટે હવન કર્યા હતો..