Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરતમાં ST બસના કામદારો દ્વારા સાતમા પગાર પંચ સહિતની પડતર માગણીઓને લઈને કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા
  • GUJARAT

સુરતમાં ST બસના કામદારો દ્વારા સાતમા પગાર પંચ સહિતની પડતર માગણીઓને લઈને કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા

Real September 21, 2021 1 minute read
s t depo aandolann.avi_snapshot_00.57.954
Spread the love

રાજ્યભરમાં ST નિગમના કામદારો દ્વારા સરકાર સામે બાંયો ચડાવવામાં આવી છે. નિગમના કર્મચારીઓને સાતમાં પગારના પંચના લાભની સાથે પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાથી આંદોલન કરવાની ફરજ પડી છે. સુરતમાં લંબે હનુમાન રોડ પર સિટી ડેપો પર નિગમના કામદારોએ એકઠા થઈને કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરવાની સાથે સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ આગામી દિવસોમાં આંદોલનને તેજ બનાવીને સમગ્ર રાજ્યમાં બસોના પૈડા થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

એસ ટી કામદારોને સાતમા પગાર પંચનો લાભ ન આપવાની સાથે સાથે ગ્રેડ પે, મોંઘવારી ભથ્થા, બોનસ સહિતના મુદ્દે તથા ઓવરટાઈમના પણ પ્રશ્નો સતાવી રહ્યા હોવાનું કર્મચારીઓને સહન કરવું પડતું હોવાથી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓએ વિવિધ માગોને તેજ કરતાં સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી હતી. સાથે જ કહ્યું કે, મોંઘવારી ભથ્થા જાહેર કરવામાં આવ્યાં તેમાં પણ એસટી નિગમના કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યાં છે.

એસટી મજદૂર મહાસંઘના ઉપાધ્યક્ષ અનિલકુમાર નિષાદએ જણાવ્યું હતું કે, અમારી માગો ઘણી વાજબી અને યોગ્ય છે. પરંતુ સરકાર પ્રાઈવેટને પ્રોત્સાહન આપતી હોવાથી અમારા તરફ ધ્યાન આપતી નથી. લોકોએ પણ અમને સાથ આપીને સરકારની આંખો ખોલવામાં મદદ કરવી જોઈએ. અમે આગામી 24મી સુધી કાળી પટ્ટી ધારણ કરીને કામ કરીશું. બાદમાં સુત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો આપીશું અને તેમ છતાં સરકાર નહીં જાગે તો અમારે નાછૂટકે 7 ઓક્ટોબરથી સામૂહિક હડતાળ પર ઉતરીને બસના પૈડા થંભાવી દેવાની ફરજ પડશે

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં લોકોની અવર જવર વચ્ચે, ત્રણ માળનું બિલ્ડીંગ આખે આખું 5 સેકન્ડમાં સીધું જ બેસાડી દીધું જુવો વિડિઓ
Next: સુરતની પરણિતા પર પાડોશીએ જ ગુજાર્યો બ-ળા-ત્કા-ર,.. 3 વર્ષ સુધી કર્યું શોષણ

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.