
સુરતમાં સસ્તા અનાજની દુકાનદારો દ્વારા કરાતી મનમાનીનો વધુ એક ઉદાહરણ સામે આવ્યુ છે. જેમાં સરથાણામાં સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ગ્રાહકોને ઓછુ અનાજ અપાતુ હોય તેવા આક્ષેપ સાથે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો.
સુરતમાં ગરીબોને મળતુ સસ્તુ અનાજ દુકાનદારો દ્વારા બારોબાર કાળા બજારમાં વેંચી નંખાતુ હોવાનો અનેકવાર સામે આવ્યુ છે ત્યારે હાલમાં સરથાણા ખાતે આવેલ સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકોનો વિરોધ જોવા મળ્યો હતો. સરથાણા ખાતે આવેલ દેવિકૃપા સોસાયટીમાં આવેલી દુકાન નંબર 129 ના સંચાલક જ્યંતી કાછડીયા દ્વારા ગ્રાહકોને ઓછુ અનાજ આપવામાં આવતુ હોવાના આક્ષેપ સાથે ગ્રાહકો દ્વારા હોબાળો મચવાયો હતો. અને આવા દુકાનદાર સામે મામલતદાર અને કલેકટર દ્વારા કડક પગલાની માંગ કરાઈ હતી