રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી હોટેલ ઈમ્પીરિયલ પેલેસના રૂમ નંબર 608માં યુવતીનો ન્યૂડ ડાન્સનો વીડિયો વાઇરલ થયા બાદ તેનું રહસ્ય હવે દિવસેને દિવસે વધુ ગુંચવાય રહ્યું છે. કદાચ રહસ્ય છૂપાવવા તેમજ સામે ન આવે તેવા પ્રયાસો પોલીસ કરી રહી હોવાની સંભાવના બળવતર બનતી જાય છે. આટલા દિવસોની તપાસ પછી પણ પોલીસને કોઈ ચોક્કસ માહિતી મળી નથી. હોટલમાં રોકાયેલા દિલ્હીના કપલે ઓનલાઈન હોટલનો 608 નંબરનો રૂમ બૂક કરાવ્યો હતો. પોલીસે તેનો સંપર્ક કરતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમારે કંઈ કરવું નથી.
પોલીસે માત્ર ટેલિફોનિક પૂછપરછ કરી હતી
પોલીસ તપાસમાં વાઇરલ ન્યૂડ ડાન્સનો વીડિયો હોટલના રૂમ 608નો હોવાનું સામે આવ્યું છે. જેમાં આ દરમિયાન જે દિવસોનો વીડિયો હોવાનું જણાતું હતું તે દિવસોમાં એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં તે રૂમમાં રોકાયેલા દિલ્હીના યુગલ વિશે માહિતી મેળવી હતી. જેમાં પોલીસે યુગલને ફોન કરતા તેમણે ઓનલાઇન રૂમ બુકિંગ કરાવ્યો હોવાનું અને અમારે કંઈ કરવું નથી તેવું જણાવ્યું હતું. પોલીસે માત્ર ટેલિફોનિક પૂછપરછ કરી હોવાથી વધુ કોઈ માહિતી મળી ન હતી.

રાજકોટ પોલીસ માત્ર કહેવા ખાતર ટેક્નોસેવી
હાલ વાઇરલ વીડિયો અંગે તપાસ એ ડિવિઝનને સોંપવામાં આવી છે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવીઝનના આંતરિક વિવાદમાં યોગ્ય તપાસમાં કંઇક વિલંબ થઇ રહ્યું છે. બીજી તરફ વાઇરલ વીડિયો કોણે અને ક્યાં સમયે ઉતાર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. જો પોલીસ ધારે તો વાઇરલ વીડિયો ઉતારનાર સુધી આસાનીથી પહોંચી શકે તેમ છે. પરંતુ ટેક્નોસેવી રાજકોટ પોલીસ આ વીડિયો ઉતારનારને શોધી ન શકતા એવું લાગી રહ્યું છે કે, રાજકોટ પોલીસ માત્ર કહેવા ખાતર ટેક્નોસેવી પોલીસ છે.
વીડિયો ઉતારનાર મળે તો સાચી હકીકત બહાર આવે શકે
ઉલ્લેખનીય છે કે, જો પોલીસને વીડિયો ઉતારનારનું નામ મળી જાય તો ખરેખર ક્યાં દિવસનો વીડિયો છે તે વિશે ચોક્કસ માહિતી મળે અને તેના આધારે ખરેખર હોટલના રૂમમાં તે દિવસે કોણ કોણ રોકાયું હતું, શેની પાર્ટી યોજાઈ હતી તે વિશે ચોક્કસ માહિતી મળી શકે તેમ છે.
