
- ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સવલતો પુરી પાડતા હતા
- કૂટણખાનાના સંચાલકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
સુરતમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગેસ્ટ હાઉસમા ગેરકાયદે ચાલતા કુટણખાનામા પર AHTU ટીમ અને ક્રાઈમ બ્રાંચ ટીમે રેડ પાડી 4 મહિલા, ગ્રાહકો અને સંચાલક સહિત કુલ 7ને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂપિયા સહિત 49 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે, હ્યુમન ટ્રાફિંગના ગુનાઓ શોધી કાઢવા તથા તે ગુનાના ભોગ બનનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા AHTU/મીસીંગ સેલના પી. આઇ. જી. એ. પટેલ તથા તેમની ટીમને સુચના આપવામાં આવૂ હતી. દરમિયાન મહિધરપુરા સુરત રેલવે સ્ટેશન ગૂડઝ યાર્ડ નજીક લંબેહનુમાન ગરનાળા તરફના સબરસ હોટલ પાસે આવેલા આદર્શ ગેસ્ટ હાઉસમા લોહીનો વેપાર ચાલતો હોવાની શંકાને તપાસ કરતા મહિલાઓ સહિત ગ્રાહકો મળી આવ્યા હતા..