Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • પૈસા ગણતા ગણતા થાકી જશો પુરા 72 વર્ષો બાદ ધનતેરસ મહાલક્ષ્મી યોગ 7 રાશિઓની લોટરી
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

પૈસા ગણતા ગણતા થાકી જશો પુરા 72 વર્ષો બાદ ધનતેરસ મહાલક્ષ્મી યોગ 7 રાશિઓની લોટરી

Real October 27, 2021
pura-72
Spread the love

મેષ રાશિ

છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવી જવાથી આજે તમે પોતાને તણાવમુક્ત અનુભવ કરશો. આજનું ગ્રહ પરિભ્રમણ તમારા માટે લાભદાયી પરિસ્થિતિ બનાવી રહ્યું છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. બાળકોની મિત્રતા અને તેમની ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે. ગુસ્સાની જગ્યાએ સમજદારી અને શાંતિથી પરિસ્થિતિઓને સાંભળવાના પ્રયત્નો કરવા. આ સમયે તમારા સંબંધોને વધારે સાચવીને રાખવાના પ્રયત્નો કરવા. વેપારમાં વધારે કામનો ભાર રહી શકે છે. પરંતુ પ્રગતિ માટે મહત્વના ચાન્સ મળી શકે છે. ક્યારે પરિસ્થિતિઓ ફાયદા વાળી રહેવાની આશા ન રાખવી. નોકરીમાં કામકાજ વધારે રહી શકે છે. પતિ-પત્નીના સંબંધોમાં નજીકતા રહેશે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે.

વૃષભ રાશિ

રોકાણને લગતી ગતિવિધિઓમાં આજે વધારે સમય પસાર થશે. બીજા લોકો પાસેથી મદદ લેવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો. આ સમયે ગ્રહ પરિભ્રમણ તમને દરેક પરિસ્થિતિનો ઉકેલ શોધવાની ક્ષમતા આપી રહ્યું છે. કામ વધારે રહેવાની અસર તમને શારીરિક અને માનસિક રીતે થકવી શકે છે. એટલે તમારા કામમાં અન્ય લોકોનો પણ સહયોગ લવો જરૂરી છે. નજીકના સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થવાથી બચાવવા. વ્યવસાયિક સ્તરે મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ મળી શકે છે. પરંતુ કોઈપણ કર્મચારીઓને લીધે મુશ્કેલી આવી શકે છે. આ સમયે મિલકત સાથે જોડાયેલ મહત્વની ડીલ થવાની સંભાવના છે. પતિ-પત્ની એકબીજા સાથે સારો તાલમેલ જાળવી રાખશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નજીકતા બની રહેશે.

મિથુન રાશિ

કોઈપણ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ જાળવી રાખવો તમારો ખાસ ગુણ છે. આ સમયે ભાગ્યથી વધારે તમારે તમારા કર્મ ઉપર વિશ્વાસ રાખવો. કર્મ કરવાથી ભાગ્ય જાતે જ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. વડીલોની સલાહને અવગણવી નહીં. વિદ્યાર્થીઓને કોઈ પ્રોજેક્ટમાં અસફળતા મળવાના કારણે તેમના આત્મબળમાં ઘટાડો આવી શકે છે. માતા-પિતાની જવાબદારી છે કે થોડો સમય બાળકો સાથે પસાર કરે. પોતાના વ્યક્તિગત કાર્યોમાં પણ ધ્યાન આપવું. વ્યવસાયિક ક્ષેત્રમાં સહયોગીઓ અને કર્મચારીઓનો પૂરો સહયોગ રહેશે. જેનાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. માર્કેટિંગ સાથે જોડાયેલા કામમાં વધારે ધ્યાન આપવું. પેલું પેમેન્ટ પાછું લેવા માટે અનુકુળ સમય છે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. સંબંધોમાં અભિમાનને કારણે અલગાવની સ્થિતિ આવી શકે છે.

કર્ક રાશિ

તમારા કાર્યોને લગતી નીતિઓ ઉપર ફરી વિચાર કરીને તેમાં વધારે સુધાર લાવવામાં સક્ષમ રહેશો. જો કોઈ પૈતૃક સંપંત્તિને લગતી બાબત ચાલી રહી છે તો તેનો સરળતાથી ઉકેલ મળી શકે છે. વધારે ભાવુકતાથી બચવું તથા કોઈ પાસેથી વધારે આશા ન રાખવી. માતા-પિતા કે કોઈપણ વડીલ વ્યક્તિના માન-સન્માનને ઠેસ પહોંચાડશો નહીં. તેમના આશીર્વાદ અને સલાહનું સન્માન કરવું. વ્યવસાયિક વિકાસ માટે કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ તમારા સંપર્ક સૂત્ર માટે ખૂબ જ લાભદાયી રહેશે. સહયોગી અને કર્મચારી સાથે મિત્રતા ભરેલો વ્યવહાર રાખવો. કોઈ લાભદાયક યાત્રા થશે. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે. વિપરિત લિંગના વ્યક્તિને કારણે માનહાનિ થઈ શકે છે.

સિંહ રાશિ

આ સમયે ભવિષ્યને લગતી કોઈપણ યોજના બનાવશો નહીં, વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું. બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરવાથી સફળતા મળી શકે છે. યુવાઓ માટે આજનો દિવસ ખાસ લાભદાયક રહી શકે છે. કોઈ મહત્વપૂર્ણ વસ્તુને ક્યાંક રાખીને ભૂલી જવાથી તણાવ રહેશે. ચિંતા ન કરો, વસ્તુ ઘરમાં જ છે. કોઈ સાથે પણ હળતી-મળતી વખતે તમારા વ્યવહારમાં સોમ્યતા અને શાલીનતા જાળવી રાખવી જરૂરી છે. કાર્યક્ષેત્રમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું. આ સમયે તમારા કામને ક્વોલિટીને વધારે સારી બનાવવાની જરૂર છે. લોકો સાથેની ડીલ જેવા વેપારમાં સારી ઉપલબ્ધિઓ મળી શકે છે. દિવસભર ભાગદોડ કર્યા પછી પરિવારના લોકો સાથે સમય પસાર કરવાથી તાજગી અને સ્ફૂર્તિ મળી શકે છે. પ્રેમી-પ્રેમિકા વચ્ચેની મુલાકાત સુખદ રહેશે.

કન્યા રાશિ

કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર રોકાણ કરવું ભવિષ્ય માટે લાભદાયી રહેશે. એટલે ગંભીરતાથી તમારા કાર્યો ઉપર ધ્યાન આપવું. ગ્રહ પરિભ્રમણ અનુકૂળ છે. તમારી યોજનાઓને યોગ્ય રીતે શરૂ કરવાની જરૂરિયાત છે. ક્યારેક તમારા દેખાડાની પ્રવૃત્તિ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. બધાને સુખી રાખવાના ચક્કરમાં તમે તમારા વ્યક્તિગત કાર્યો સાથે બાંધછોડ ન કરો. પ્રગતિ માટે સ્વભાવમાં થોડું સ્વાર્થીપણુ લાવવું જરૂરી છે. માર્કેટિંગ અને મીડિયાને લગતા વ્યવસાયમાં થોડી નવી સફળતા મળવાની છે. માત્ર તમારી યોગ્યતા અને ક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો. નોકરી કરતા લોકોને આજે ઓફિસના કામ માટે યાત્રા પર જવું પડશે. લગ્ન સંબંધ મધુર રહી શકે છે. સસરાપક્ષ તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે.

તુલા રાશિ

આજની ગ્રહ સ્થિતિ અનુકૂળ બની રહી છે. જો કોઈ વિવાદિત જમીનને લગતી બાબત ચાલી રહી છે તો તેને કોઈની દખલ દ્વારા ઉકેલી શકાય તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને પણ પોતાની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકે છે. નાણાકીય કાર્યોમાં હિસાબ-કિતાબ કરતી સમયે કોઈ પ્રકારની ભૂલ થઈ શકે છે. એટલે વધારે સાવધાન રહેવું. કોઈના ઉપર વધારે વિશ્વાસ કરવો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં નવા કરાર મળી શકે છે. માર્કેટિંગ તથા પ્રોડક્ટની ક્વોલિટીમાં વધારે ધ્યાન આપવું. પરંતુ ચીટ ફંડ જેવી કંપનીઓમાં રોકાણ કરવાથી બચવું. આ સમયે વધારે ફાયદો નહીં મળે. પતિ-પત્ની વચ્ચે સંબંધમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં નજીકતા બની રહેશે.

વૃષીક રાશિ

તમારા કોઈ સારા કાર્યના કારણે તમારી યોગ્યતા અને આવડતના ઘર અને સમાજમાં વખાણ થઈ શકે છે. કામ વધારે હોવા છતાં તમે તમારા રસના કાર્યો માટે પણ સમય કાઢી શકશો. વિદ્યાર્થીઓનો કોઈ પ્રોજેક્ટ આજે પૂરો થઈ શકે છે. નકારાત્મક ગતિવિધિઓ જેમ કે લોટરી, જુગાર, વગેરેમાં સમય ખરાબ ન કરવો. આ સમયે ખૂબ જ નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. કોઇની સાથે ખોટા વિવાદમાં પડવું અપમાનનું કારણ બની શકે છે. વ્યવસાયના ક્ષેત્રમાં વધારે મહેનત અને સમય લગાવવાની જરૂરિયાત છે. તમારા રાજનૈતિક સંપર્કોને વધારે મજબૂત બનાવવા. તેનાથી તમને ફાયદો મળશે. પરંતુ કર્મચારીઓની ગતિવિધિઓ ઉપર સતત નજર રાખવી જરૂરી છે. કામ વધારે હોવાના કારણે લગ્નજીવનમાં વધારે સમય આપી શકશો નહીં. તેમ છતાં પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા બની રહેશે.

ધન રાશિ

આજે પરિવાર સાથે જોડાયેલાં થોડા મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડી શકે છે, જે સકારાત્મક રહેશે. સામાજિક અને રાજનૈતિક સક્રિયતા વધવાથી તમારી ઓળખ વધશે. ઘરમાં કોઈ માંગલિક કાર્યને લગતી યોજના પણ બની શકે છે. આખો દિવસ કામ વધારે રહેશે. તેના કારણે થાક અને ચીડિયાપણુ રહી શકે છે. પોતાના ઉપર વધારે જવાબદારી ન લેશો તથા તમારી ક્ષમતા પ્રમાણે જ કામ કરવું. તમારા રાજનૈતિક સંબંધ વ્યવસાય માટે વધારે લાભદાયી સિદ્ધ થઈ શકે છે. સોશિયલ મીડિયા અને લોકો સાથેના સંબંધો સાથે જોડાયેલી ગતિવિધિઓમાં તમારૂ ધ્યાન કેન્દ્રિત રાખવું. યુવાનોને કારકિર્દી સાથે જોડાયેલા નવા અવસર મળી શકે છે. પરિવારમાં પ્રેમનું વાતાવરણ રહી શકે છે. પરંતુ પ્રેમ સંબંધો મર્યાદા વાળા બનાવીને રાખવા.

મકર રાશિ

આજે અચાનક જ કોઈ મિત્ર સાથે મુલાકાત કરવાનો ચાન્સ શકે છે. એકબીજા સાથે વાર્તાલાપ દ્વારા બંનેની કોઈ સમસ્યાનો ઉકેલ મળી શકે છે. થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં આજે સુધારો આવી શકે છે. કોઈ નજીકના સંબંધીને લગતી કોઈ દુઃખદ સૂચના મળવાથી મન નિરાશ રહેશે. તમારું મનોબળ જાળવી રાખો. કોર્ટ કચેરીને લગતા કોઈ મહત્વપૂર્ણ કાર્ય આજે ટાળો તો સારું રહેશે. થોડો સમય ધર્મ કર્મની બાબતમાં પસાર કરવો જરૂરી છે. વ્યક્તિગત બાબતોને કારણે તમે વેપારમાં વધારે ધ્યાન આપી શકશો નહીં. પરંતુ કર્મચારીઓના સહયોગથી ઉત્પાદન ક્ષમતા સારી રીતે ચાલતી રહેશે. આ સમયે કોઈપણ પ્રકારના ગેરકાનૂની કામમાં રસ ન લેવો. પરિવારના લોકો વચ્ચે તાલમેલ જળવાયેલો રહી શકે છે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે.

કુંભ રાશિ

આજે ભાગ્યના સિતારાઓ પ્રબળ છે. ખાસ કરીને મહિલા વર્ગેને પોતાના આત્મવિશ્વાસ અને કાર્ય ક્ષમતા દ્વારા સારી સફળતા મળશે. મોજ મસ્તી અને વૈભવને લગતી ખરીદીમાં પણ સારો સમય પસાર થઈ શકે છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો. તેના કારણે તમે કોઈ પ્રકારની આર્થિક મુશ્કેલીમાં પણ ફસાઈ શકો છો. તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓ પ્રત્યે બેદરકારી ન કરવી. કોઈ તમને નુકસાન પહોંચાડી શકે છે. કાર્યક્ષેત્રમાં થોડા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓથી આજે થોડી રાહત મળી શકે છે. સાથે જ કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમને કોઈ નિર્ણય લેવામાં મદદગાર રહેશે. મિલકત સાથે જોડાયેલ વ્યવસાયમાં સારૂં કમિશન મળી શકે છે. પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે સહયોગાત્મક વ્યવહાર રાખવો. પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારની ગેરસમજણ ઉત્પન્ન થઇ શકે છે.

મીન રાશિ

આજે તમે ઘરને લગતી તમારી જવાબદારીઓને ખૂબ જ સારી રીતે અને ગંભીરતાથી પૂરી કરવાના પ્રયત્નો કરશો. જેમાં તમે સફળ પણ થઈ શકો છો. નજીકના સંબંધીઓને ત્યાં ડિનર પર જવાનું આમંત્રણ મળી શકે છે. ઘરની કોઈ કિંમતી વસ્તુ ખરાબ થવાના કારણે મોટો ખર્ચ સામે આવી શકે છે. વાહન અથવા સંતાનના અભ્યાસને લગતી લોન લેવાની યોજના બની શકે છે. આ સમયે તમારી ભાવનાઓ ઉપર કાબૂમાં રાખવી તેમજ કોઈપણ પ્રકારની લાલચમા ન આવવું. વેપારમાં નવા-નવા પ્રયોગ કરવાથી તમારી કાર્યશૈલીમાં સારું પરિવર્તન આવી શકે છે. પરંતુ આજે કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેવું અને રૂપિયા પૈસાની બાબતમાં બીજા ઉપર ભરોસો ન કરવો. ભાગીદારી સાથે જોડાયેલા વ્યવસાયમાં પારદર્શિતા બનાવી રાખવી જરૂરી છે. લગ્નજીવન સુખમય રહી શકે છે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પરિવારની સ્વીકૃતિ મળશે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: રાજનીતિનાં મંચ પર 6 વર્ષ બાદ પરત ફર્યા લાલુ પ્રસાદ યાદવ, દેખાયો જુનો અંદાજો
Next: સુરતમાં બાળકો ગટર લાઈન પર ફટાકડા ફોડવા ગયા ને આગ ભભૂકી, જુવો વિડિઓ

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT
  • WhatsApp Image 2025-07-06 at 4.45.29 PMRBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો
    In INDIA
  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB

You may have missed

WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025
WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.