
પીપલોદ પોલીસ ચોકી શિફ્ટિંગ-ડીમોલીશનની કામગીરી અઠવા ઝોને પૂર્ણ કરી હતી. જોકે આ સાવ સામાન્ય કહી શકાય તેવી કામગીરીમાં પણ ફોટોસેશનના ઉત્સુક ભાજપના પદાધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરોએ અધુરી કામગીરીમાં ફોટો પડાવી સોશિયલ મીડિયામાં મુક્યા હતા. અને બહુ મોટી કામગીરીને પૂર્ણ કરી હોય તે રીતે સંતોષ વ્યક્ત કર્યો હતો. અહી સર્વિસ રોડ પર નડતરરૂપ પોલીસ ચોકી પાછળ જ ગાર્ડનના પાર્કિંગમાં શિફ્ટ કરવામાં
આવી છે. જે જાહેર જનતા માટે અને ટ્રાફિક માટે ખુબ જ ઉપયોગી થઇ પડે તેમ છે. પરંતુ આવી સાવ સામાન્ય કામગીરીનો પણ ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયામાં વહેતા કરાતા ભાજપના પદાધિકારીઓ, કોર્પોરેટરો ટીકાને પાત્ર બની રહ્યા છે. હવે લોકો પણ નગરસેવકો અને પદાધિકારીઓની આવી પ્રવુંતીઓની શાબ્દિક ઝાટકણી કાઢી રહ્યા છે.