Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • સુરતમાં રમતા બાળકને કારે કચડતાં મોત, પરિવારે માસૂમની આંખોનું દાન કરી કહ્યું,-‘દીકરો ગુમાવ્યો, પણ તેની દૃષ્ટિ જીવિત રહેશે
  • GUJARAT
  • INDIA

સુરતમાં રમતા બાળકને કારે કચડતાં મોત, પરિવારે માસૂમની આંખોનું દાન કરી કહ્યું,-‘દીકરો ગુમાવ્યો, પણ તેની દૃષ્ટિ જીવિત રહેશે

Real August 20, 2021
IMG-20210820-WA0032
Spread the love

સુરતના સિટીલાઈટના સૂર્યપ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહનચાલકની અડફેટે સાડાત્રણ વર્ષનું બાળક માસૂમ કચડાઈ ગયું હતું. ગુરુવારની મોડી સાંજે બનેલી ઘટના બાદ માસૂમના મૃતદેહને જોઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પીડિત પિતાએ જણાવ્યું હતું કે ‘અમે દીકરો ગુમાવ્યો છે, પણ એની આંખ કોઈનામાં જીવિત રહેશે તો અમને જોશે. બસ, એ જ અમારી યાદ રહેશે’ એમ કહી સાડાત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટ કરી હતી. મૃતક બાળકની આંખો લોક દૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકારી હોવાનું ડો. પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે બાળકોની આંખો ભાગ્યે જ દાનમાં આવતી હોય છે. બાળકની દાનમાં મળેલી આંખો કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે.

 

સંદીપ જૈન રાજસ્થાનના રહેવાસી અને કાપડના વેપારી છે. 15 વર્ષથી સુરતમાં રહે છે. ત્રણ સંતાનમાં સાડાત્રણ વર્ષનો સેવર સૌથી નાનો દીકરો હતો. માસૂમ સેવરની જિંદગી કચડી નાખનાર કારચાલક CCTVમાં કેદ થઈ ગયો છે, જેની ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. કારચાલક માસૂમની જિંદગીને કચડી નાખ્યા બાદ ઊભો પણ રહ્યો નહોતો. શોકમાં ડૂબેલા પરિવારે માસૂમ સેવરની આંખ ડોનેટ કરી પુત્રને જીવંત રાખ્યો છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. તેજશ ચૌહાણે આંખ ડોનેટ માટે મદદરૂપ થયા અને પોસ્ટમોર્ટમ કરી આપતાં અંતિમવિધિ કરાઈ હતી.

મૃતક બાળકના પારિવારિક મિત્ર મનીષ જૈનએ જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારની સાંજે બની હતી. માસૂમ સેવર કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં બાળમિત્રો સાથે રમતો હતો. ત્યાર બાદ કોઈ સફેદ કલરની કાર સેવરને કચડીને ભાગી ગઈ હતી. બાળકોના કલ્પાંતને લઈ સોસાયટીવાસીઓ ભેગા થઈ ગયા હતા. લોકો સેવરને લોહીના ખાબોચિયામાં જોઈ ધ્રૂજી ગયાં હતાં. તાત્કાલિક જાણ કરતાં આખો પરિવાર દોડીને કેમ્પસમાં આવી ગયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં પુત્રને જોઈ પરિવારના હોશ ઊડી ગયા હતા. માથામાં ઇજા થવાથી તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં જૈન પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: અમેરિકાએ અફઘાનિસ્તાન સેન્ટ્રલ બેંકની ૯૫૦ કરોડ ડોલરની સંપત્તિ સીઝ કરી
Next: કામગીરી કરી પાલિકાએ ભાજપે કરી ફોટોગ્રાફી સોશીયલ મીડિયામાં લોકો એ મજાક ઉડાવી

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.