
બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી જારી છે. પૂર્વ એટર્ની જનરલ ઑફ ઈન્ડિયા મુકુલ રોહતગી આર્યન ખાનનો કેસ લડી રહ્યા છે. થોડીવારમાં સ્ટારકિડના જામીન પર ચુકાદો સામે આવી જશે. ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આર્યનના વકીલ તેમને જામીન અપાવવાના પૂરા પ્રયત્નમાં છે. કોર્ટમાં એનસીબીએ આર્યનને જામીન આપવા સામે વિરોધ વ્યક્ત કર્યો છે. સેશન્સ કોર્ટેમાંથી આર્યનની જામીન અરજી 2 વાર ફગાવી ચૂક્યા છે.
આર્યનના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં દલીલ કરતા કહ્યુ કે આર્યન કોવિડ દરમિયાન ભારત પાછા ફર્યા છે. તેઓ કેલિફોર્નિયામાં ભણી રહ્યા હતા. આર્યન કસ્ટમર નહોતા. આર્યન ખાન ક્રૂઝ પાર્ટીમાં સ્પેશ્યલ ગેસ્ટ હતા. પ્રદીપ ગાબાએ આર્યને પાર્ટીમાં બોલાવ્યા હતા. પ્રદીપ ગાવા ઈવેન્ટ મેનેજર હતા. આર્યન અને અરબાજને બોલાવાયા હતા. આર્યન અને અરબાજ મરચન્ટની પાસે ક્રૂઝ પાર્ટીની ટિકિટ પણ નહોતી.
તેઓ સાંજે 4.30 વાગે ક્રૂઝ ટર્મિનલ પહોંચ્યા હતા. એનસીબી નજીક પહેલાથી ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી થવાની જાણકારી હતી. તેમણે આર્યન, અરબાઝ સહિત કેટલાકની ધરપકડ કરી. આર્યનની પાસેથી કંઈ જપ્ત થયુ નથી. તેમના મિત્ર અરબાજ મરચન્ટના બૂટમાંથી 6 ગ્રામ ડ્રગ્સ મળ્યુ હતુ. ડ્રગ્સ લેવાની તપાસને લઈને આર્યનનો કોઈ ટેસ્ટ થયો નથી. મારા ક્લાઈન્ટની ધરપકડ કરવાનો કોઈ આધાર નથી. તેમની ધરપકડનો કોઈ અર્થ નથી. એનસીબીએ જે ચેટનો હવાલો આપ્યો છે તે 2018-19ની છે, જેનુ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ સાથે કોઈ લેવાદેવા નથી. તે ચેટ ત્યારે થઈ જ્યારે આર્યન વિદેશમાં હતા.
આર્યનની ધરપકડ પર પ્રશ્ન ઉઠતા મુકુલ રોહતગીએ કહ્યુ કે અત્યાર સુધી 23 દિવસ પસાર થઈ ચૂક્યા છે. આ કેસમાં હજુ સુધી કંઈ જપ્ત કરાયુ નથી. તેમ છતાં આર્યન ખાન સાથે દોષીઓ જેવુ વર્તન કરવામાં આવી રહ્યુ છે. મુકુલ રોહતગીએ આર્યન ખાનના કોઈ પણ ષડયંત્રમાં સામેલ હોવાનો ઈનકાર કર્યો છે, તેમના અનુસાર જો ષડયંત્ર પણ કરવામાં આવ્યુ છે તો આ કેસમાં 1 વર્ષની સજાની જોગવાઈ છે.