Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • દાણચોરીના વધતા કેસ:સુરત એરપોર્ટ પરથી એક કિલો ગોલ્ડ જ્વેલરી સાથે બુરખા પહેરીને આવેલી બે વિદેશી મહિલા ઝડપાઇ, શારજાહથી સુરત આવી હતી
  • GUJARAT

દાણચોરીના વધતા કેસ:સુરત એરપોર્ટ પરથી એક કિલો ગોલ્ડ જ્વેલરી સાથે બુરખા પહેરીને આવેલી બે વિદેશી મહિલા ઝડપાઇ, શારજાહથી સુરત આવી હતી

Real March 14, 2023
ainjg74z
Spread the love

સુરત એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શારજાહ શરૂ થયા બાદ દાણચોરીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. કસ્ટમ વિભાગથી બચવા માટે શારજાહથી સુરત સોનુ સંતાડીને લાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આજે શારજાહથી બુરખા પહેરી આવેલી બે મહિલાઓ એક કિલો સોના સાથે ઝડપાઈ ગઈ હતી.

1 કિલો સોનાની જ્વેલરી સાથે બે મહિલા ઝડપાઈ
સુરત એરપોર્ટ ઉપર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થતાની સાથે જ ઉદ્યોગ જગત માટે ખૂબ જ મોટી રાહત થઈ છે પરંતુ તેની સાથે સાથે કેટલાક લેભાગુતત્વો પૈસા કમાવવાની લાલચમાં દાણચોરી કરતા હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સુરતથી શારજાહની ફ્લાઇટમાં આવેલી બે મહિલાઓને કસ્ટમ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. લાખ રૂપિયાના સોનાની દાણચોરી કરીને સુરતમાં લાવવાનો તેમનો પ્રયાસ કસ્ટમ વિભાગે નિષ્ફળ કરી નાખ્યો હતો.

બને મહિલાઓએ બુરખા પેહર્યા હતા
પકડાયેલી બંને મહિલા મૂળ સુદાન દેશની હોવાનું બહાર આવ્યું છે. મહિલાઓ સોનાની જ્વેલરી સાથે ઝડપાયા બાદ અધિકારીઓ પૂછતાછ કરતા તેમણે પોતે સુરતમાં કાપડ ખરીદી કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે કસ્ટમ વિભાગે ઊંડાણપૂર્વકની તપાસ કરતા દાણચોરી કરીને શારજાહથી સુરત સોનુ લાવી રૂપિયા કમાવવી લેવાના લાલચે કૃત્ય કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાણચોરીના સતત વધી રહ્યા છે કેસ
શારજાહ ફ્લાઇટથી સુરત આવતા દાણચોરીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. દાણચોરો અલગ અલગ તરકિબ અજમાવીને સોનુ સુરતમાં લાવવાનો પ્રયાસ કરે છે. થોડા દિવસ અગાઉ પણ સુરતના એરપોર્ટ ઉપરથી સોનુ ઝડપાયું હતું. કસ્ટમ વિભાગ દ્વારા ખૂબ જ સતર્કતાથી કામગીરી કરીને આવા દાણચોરોને ઝડપી પાડવા માટે કામ કરી રહી છે. હાલ કસ્ટમ વિભાગ દ્વારા બંને મહિલાઓ પાસેથી ઝડપાયેલા સોનાને જપ્ત કરી લીધો છે અને બંને વિદેશી મહિલાઓની પૂછપરછ શરૂ કરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતના શિક્ષકે જીવલેણ બીમારીઓનું પ્રથમ સ્ટેજમાં નિદાન થઈ શકે તે વિષય પર કર્યું પી.એચ.ડી
Next: ગુજરાત પ્રવાસન વિભાગે મહોત્સવો પાછળ 57 કરોડનો ખર્ચ કર્યો, સજાવટ પાછળ જ 55 કરોડ વાપર્યા

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.