
વલસાડ 31 (વિજય યાદવ )
ધંધુકામાં માલધારી સમાજના યુવા અગ્રણી કિશનભાઇ ભરવાડની બે વિધર્મી ઈસમો એ જાહેરમાં ગોળી મારી હત્યા કરી દેતા આખા રાજ્યમાં સોપો પડી ગયો છે જાહેરમાં ગોળીમારી કરી દેવાયેલી હત્યાની ઘટનાને લઇ ધંધુકાના લોકોમાં દહેશત વ્યાપી છે
રાજ્યભરમાં ઠેર ઠેર હિન્દૂ સંગઠનો આ ઘટનાને લઇ ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે જો કે પોલીસે બે જેટલા આરોપીઓને ઝડપી પાડ્યો છે પરંતુ ઘટનાને લઈ હિન્દૂ સંગઠનો માં ભભૂકી ઉઠેલ રોષની જ્વાળા ધીરે ધીરે તીવ્ર બની રહી છે રાજ્યના અનેક જિલ્લાઓ તાલુકાઓમાં માલધારી ભરવાડ સમાજ સહીત વિશ્વ હિન્દુ સંગઠનો ,બજરંગદળ રાષ્ટ્રીય સ્વયંસેવક ના કાર્યકર્તાઓ આગેવાનો રેલી યોજી વહીવટી તંત્રને આવેદનપત્ર આપી હત્યારાઓને ફાંસીની સજા આપવા માંગ કરી રહ્યા છે
આ ઘટનાને વલસાડ બાદ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના હિન્દૂ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે આજરોજ ચીખલી તાલુકા માલધારી / ભરવાડ સમાજ તથા ચીખલી વિશ્વ હિન્દુ પરિષદ / બજરંગદળ – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના આગેવાનો કાર્યકર્તાઓ એકત્ર થઈ ચીખલી બગલાદેવ મંદિર સર્કલ થી પ્રાંતકચેરી સુધી એક જંગી રેલી કાઢી હતી અને કિશનભાઇ ભરવાડના વિધર્મી હત્યારાઓને ફાંસીની સજા થાય એવી માંગ સાથે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવ્યું હતું.
આ રેલીમાં ચીખલી વિશ્વ હિન્દુ પરિષદના હર્ષદભાઈ પંડ્યા,હિતેશભાઈ પટેલ,અમિત વ્યાસ,જયેશભાઈ વૈષ્ણવ સાથે મહેશભાઈ નંદાનીયા,ચીમનભાઈ મિસ્ત્રી અને આર.એસ.એસના ભરતભાઈ કાપડિયા,નરેન્દ્રભાઇ ભટ્ટ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ માલધારી સમાજમાંથી સમાજના આગેવાન એવા સાજનભાઈ ભરવાડ,કનુભાઈ ભરવાડ,મનુભાઈ ભરવાડ સાથે સમાજના અગ્રણીનીઓ ને સમસ્ત ચીખલી માલધારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.