
વલસાડ 31 ( વિજય યાદવ )
અમદાવાદ-મુંબઇ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની કામગીરી થઈ રહી છે ,આ હાઇવેમાં અસરગ્રસ્ત ખેડુતોને યોગ્ય વળતર આપવા માં આવી રહ્યું છે ના સમાચાર મળતા કેટલાક લેભાગુ તત્ત્વો સરકારી બાબુઓ સાથે સેટિંગ ડોટકોમ્ ની સ્કીમ હેઠળ
ચીખલી તાલુકાના આલીપોર ગામે સોનની લંગડી સમાન જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરીને સરકાર ની આંખોમાં સરેઆમ ધુળ ઝોંકી નાણાં મેળવ્યા હોવાના મામલો સામે અવ્યો હતો.
આ બાબતે પ્રાંત અધિકારી ને ફરિયાદ બાદ પ્રાંતે યોગ્ય પગલાં ભર્યા ન હતા આ મામલે અત્યાર સુધી 12જેટલી ફરિયાદો દાખલ કરાઈ હતી.જેથી સમગ્ર મામલો ગાંધીનગર મહેસુલ વિભાગ પાસે પહોંચતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ મામલાની તપાસ એસ લઆઈટી પાસે કરાવાની માંગને સ્વીકારતા સ્થાનિક તંત્ર ફફડી ઉઠ્યું હતું અને આ મામલે સ્થાનિક પોલીસે નાયબ કલેકટર સહિત પાંચ સામે ગુનો નોંધી લીધો હતો
આ પાંચેય સામે ગુનો નોંધાયો છે.
( 1) નવસારી નાયબ કલેકટર તુષાર જાની
( 2 ) નઝીર અબાસ મુલ્લા , આલીપોર , તા . ચીખલી
( 3 ) એડવોકેટ એ એ.શેખ , રહે . રાંદેર , સુરત , વાકાર લવકાર
( 4 ) એડવોકેટ ઝફર એ શેખ , રહે , રાંદેર , સુરત
( 5) વલીભાઈ પ્રાંત કચેરીનો કર્મચારી અન્ય બે વ્યક્તિઓં