
સુરતના ડુમ્મસ રોડ પર કાર તૈયાર કરતી જૂની અને જાણીતી એવી આઈસુઝૂ કમ્પનીના નવા શોરૂમનો શુભારંભ થયો છે. જેની ગતરોજ મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી.
જાપાનની કંપની આઈસુઝુ વર્ષોથી ઓટો મોબાઈલ ક્ષેત્રે જાણીતી છે. અને તેની તમામ કાર માર્કેટમાં ખુબ જ લોક પ્રિય છે. ડુમ્મસ રોડ પર આવેલ સનશાઈન હોસ્પિટલની નીચે આ આઈસુઝૂ કંપનીના નવા શો રૂમનો શુભારંભ થયો છે. જ્યાં કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી તમામ સુવિધા સાથેની અને ટેકનોલોજીથી સજ્જ કાર લોકોને મળી રહેશે. જયારે ખાસ લોકો શો રૂમ પર કાર ખરીદવા આવીને ખરીદી જતા રહે. તેવું બનતું હોય છે. પરતું તેવું ન રહે તે માટે ખાસ અહી શોરૂમની સાથે કાફે પણ શરુ કરવામાં આવ્યું છે. જેથી લોકો શોરૂમની મુલાકાતે આવે છે. પરંતુ તે બાદ તેઓ કાફેની સતત મજા માણી શકશે. જયારે શોરૂમના શુભારંભના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ શોરૂમની અને કાફેની મુલાકાત લીધી હતી.