Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2024
  • June
  • 66મો સમુહલગ્નોત્સવ : સૌરાષ્ટ્ર પટેલ સમાજ સુરત તરફથી 16મી ફેબ્રુઆરીએ સમૂહલગ્નોત્સવનું આયોજન, વહેલા તે પહેલાના ધોરણે 101 યુગલોના નામ નોંધાશે
  • ENTERTAINMENT

66મો સમુહલગ્નોત્સવ : સૌરાષ્ટ્ર પટેલ સમાજ સુરત તરફથી 16મી ફેબ્રુઆરીએ સમૂહલગ્નોત્સવનું આયોજન, વહેલા તે પહેલાના ધોરણે 101 યુગલોના નામ નોંધાશે

Real June 8, 2024
spsslogo-1
Spread the love
      શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી ૧૬મી ફેબ્રુઆરી, ૨૦૨5 ના રોજ ૬૬માં સમૂહલગ્નોત્સવ યોજવા નક્કી થયેલ છે. સમુહલગ્ન પ્રવૃતિના માધ્યમથી સામાજિક જાગૃતિ અને સામાજિક ક્રાંતિનું નોંધનીય કાર્ય કરનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ૧૯૮૩ થી નિયમિત સમૂહલગ્નોત્સવનું આયોજન કરે છે. સૌરાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં લોકો સુરત રોજગારી માટે આવ્યા ત્યારે વર્ષો પહેલા તેમને સંગઠિત કરવા અને લગ્ન પાછળ ખોટા ખર્ચ ન થાય તે માટે સામાજિક જાગૃતિના ઉદેશથી સમૂહલગ્નોત્સવની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.
      બાંધકામક્ષેત્રની અગ્રણી કંપની ભક્તિ ડેવલોપર્સવાળા શ્રી રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા તથા અલ્પેશભાઈ રમેશભાઈ ગજેરા પરિવાર તરફથી આગામી ૬૬માં સમૂહલગ્નોત્સવનું સૌજન્ય પ્રાપ્ત થયુ છે. ૧૦૦ દીકરીઓને પરણાવવાનો સંકલ્પ કર્યો છે. સંવત ૨૦૮૧ મહા વદ-૪ તા.૧૬/૦૨/૨૦૨5, રવિવારના રોજ લગ્નમુહૂર્ત લેવાયું છે. આગામી સમુહલગ્નોત્સવ પર્યાવરણ જાગૃતિ અને આર્થિક સમજણને કેન્દ્રમાં રાખી આયોજન કરવા નિર્ણય લેવાયો છે.
૧૬મી ફેબ્રુઆરી, ૨૦૨5 ના રોજ યોજનાર ૬૬માં સમુહલગ્નોત્સવમાં જોડાવા માટે વર-કન્યાના નામની નોંધણી શરૂ કરવામાં આવી છે. વહેલા તે પહેલાના ધોરણે ૧૦૧ યુગલોના નામ નોંધાશે. લગ્નગ્રંથીથી જોડાનાર વર-કન્યાના થેલેસેમીયા રીપોર્ટ કરાવવાના રહેશે. વર્તમાન સમયે પ્રસંગો પાછળ ખોટા ખર્ચ ઓછા કરી તેમાંથી થયેલ બચત કન્યાને મૂડી તરીકે આપવા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. વર્તમાન સમયે પર્યાવરણ જાગૃતિની પણ જરૂર છે. પ્રકૃતિને સાચવવાની માણસ તરીકેની આપણી ફરજ છે ત્યારે, સમૂહ લગ્નોત્સવ નિમિત્તે હજારો વૃક્ષ રોપવામાં આવે.  જળ, વાયુ અને જમીનને પ્રદૂષિત થતી અટકાવવા લગ્ન પ્રસંગે દરેક પરિવાર સંકલ્પ કરે તે માટે અત્યારથી આયોજન શરૂ કરવામાં આવેલ છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: પ્રકૃતિ સમગ્ર જીવ સૃષ્ટિનો આધાર છે. તેનું જતન જીવમાત્રના હિતમાં છે. – થર્સ-ડે થોટ્
Next: અગ્નીવીર જવાન દ્વારકેશનું ઘરે આવતા જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા ભવ્ય સ્વાગત-સન્માન

Related Stories

xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025
2ovwxw9n
  • ENTERTAINMENT

અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.