Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2025
  • May
  • વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
vaarachha પોલીસ
Spread the love

surat

surat police સુરતના  વરાછા પોલીસસ્ટેશનના લોકઅપનો સળિયો તૂટેલો હોવાથી વાહન ચોરીનો એક આરોપી બુધવારે વહેલી સવારે લોકઅપમાંથી ભાગી છૂટ્યો હતો. સવારે ફરજ પૂરી થવાની હતી ત્યારે પોલીસ કર્મીએ લોકઅપમાં ગણતરી કરતાં ઘટના વિશે ખબર પડી હતી.

આ બાબતે મહિલા પોલીસકર્મીએ વરાછા પોલીસમાં (varachha police) ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે વાહનચોરીના ગુનામાં પકડાયેલા આરોપી રવિ બાબુલાલ પ્રજાપતિ (24) (રહે, ગણેશનગર, પાંડેસરા) સામે વધુ એક ગુનો દાખલ કર્યો હતો. આરોપી ભાગી ગયા બાદ પોલીસ સફાળે જાગી અને લોકઅપની તાત્કાલિક મરામત કરાવી હતી. આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે લોકઅપમાં કુલ 11 આરોપીઓ હતા, જે પૈકી 4 આરોપીને મોડીરાતે મોબાઇલવાન મારફત પોલીસકર્મીઓ સારવાર માટે લઈ ગયા હતા. સારવાર કરાવી ચારેય આરોપીને પાછા પોલીસ સ્ટેશને બુધવારે મધરાતે એકાદ વાગ્યે લાવવામાં આવ્યા હતા.પછી વાહનચોરીના આરોપી રવિ પ્રજાપતિને લોકઅપની ગેલેરીમાં રાખી અન્ય 3 આરોપીને પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ હતી.

દોઢેક વાગ્યે પાછા 3 આરોપીને પોલીસે લોકઅપની ગેલેરીમાં રાખ્યા ત્યારે વાહનચોરીનો આરોપી રવિ પ્રજાપતિ પણ ત્યાં હતો. પછી પોલીસ કામમાં વ્યસ્ત રહી હતી એટલામાં સવારે આરોપી રવિ પ્રજાપતીએ મોકો જોઈને લોકઅપના તૂટેલા સળિયામાંથી બહાર નીકળી ભાગી ગયો હતો. સવારે ફરજ પૂરી થતાં પીએસઓ લોકઅપમાં આરોપીની ગણતરી કરતા 10 જ હતા અને એક આરોપી ગાયબ થઈ ગયેલો જણાતાં પોલીસને ઘટના વિશે ખબર પડી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: મન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
Next: ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.