Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરતમાં યુવક ધોરણ-10 ની વિદ્યાર્થિની સાથે બંગલામાં રંગરેલિયા મનાવતાં ઝડપાયો, લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો
  • GUJARAT

સુરતમાં યુવક ધોરણ-10 ની વિદ્યાર્થિની સાથે બંગલામાં રંગરેલિયા મનાવતાં ઝડપાયો, લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો

Real September 22, 2021
ADAJAN
Spread the love

સુરતમાં અડાજણની એક સોસાયટીના એક બંગલામાં સ્કૂલડ્રેસમાં ધોરણ-10ની વિદ્યાર્થિની સાથે આવતા એક યુવકને સોસાયટીવાસીઓએ રંગેહાથે ઝડપી પાડી પોલીસને હવાલે કરી દીધો હતો. વિદ્યાર્થિનીનાં માતા-પિતાને તમામ હકીકતોથી વાકેફ કરતાં પરિવાર ચોંકી ગયો હતો. વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવવા બીજી સોસાયટીમાં લઈ જનારા યુવકની અડાજણ પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ યુવક બંગલામાં જ ફર્નિચર એટલે કે સુથારીકામ કરે છે. ઘણા સમયથી આ યુવક એક સ્કૂલડ્રેસમાં કિશોરીને લઈને આવતો હોય અને કલાકો બાદ બન્ને પરત ફરતાં હોય એટલે શંકા હતી. આખરે આજે આવતાં સાથે ગણતરીની મિનિટોમાં સોસાયટીની મહિલાઓ સાથે બંગલામાં ઘૂસીને એક રૂમમાંથી બન્નેને પકડી પાડ્યાં હતાં. ત્યાર બાદ બહાર લાવી સોસાયટીના પ્રમુખને બોલાવી પોલીસને જાણ કરાઈ હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કિશોરીને વારંવાર પૂછતાં તેણે કોઈપણ હકીકત જણાવી ન હતી. જોકે યુવક પોલીસ આવતાં જ ગભરાઈ ગયો હતો અને પોતાની ને કિશોરની ઓળખ આપી માફ કરી દેવા વિનંતી કરતો હતો. જોકે પોલીસ આવી ગયા બાદ કિશોરી પણ તૂટી ગઈ હતી અને માતા-પિતાનો મોબાઈલ નંબર આપતાં પરિવારને જાણ કરાઇ હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કિશોરીની માતા આવતાં જ ખબર પડી હતી કે કિશોરી ધોરણ-10ની વિદ્યાર્થિની છે અને યુવક એની જ સોસાયટીમાં રહે છે. ફળિયામાં રહેતી કિશોરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવતા આવા યુવકોથી સાવધાન રહેવા સમાન કિસ્સો સામે આવ્યો છે. જોકે અડાજણ પોલીસ બન્નેને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. માતાએ તો પોતાની દીકરીને જાહેરમાં જ લાફા મારી પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સરથાણામાં સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ગ્રાહકોને ઓછુ અનાજ અપાતુ હોય તેવા આક્ષેપ સાથે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો
Next: સુરતમાં બેફામ દોડતી કાર હવામાં ફંગોળાય જુવો વિડિઓ…ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ …

Related Stories

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.