
બોલિવુડની (Bollywood) અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ‘આઝાદીની ભીખ’ પર પોતાના નિવેદન પર અડગ છે. તેણે ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરીઝ પર લાંબા મેસેજ પોસ્ટ કર્યા છે. કંગનાએ પોતાની પોસ્ટમાં હવે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) પર નિશાન સાધ્યું છે. પહેલા મેસેજમાં તેમનું નામ લીધા વિના તેમને સત્તાના ભૂખ્યા અને ચાલાક ગણાવ્યા છે, જ્યારે બીજી પોસ્ટમાં લખ્યું છે કે ગાંધીજી ભગતસિંહને (Bhagat sinh) ફાંસી આપવા માંગતા હતા.
કંગનાએ લોકોેને સલાહ આપી કે તેમણે પોતાના નાયક સમજી વિચારીને પસંદ કરવા જોઈએ. તેણે એમ પણ લખ્યું કે થપ્પડ મારનાર સામે બીજી ગાલ ધરવાથી આઝાદી નથી મળતી. કંગનાએ અગાઉ આપેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં તેણે ફરી આપત્તિજનક પોસ્ટ કરી છે. કંગનાએ એક જૂનો લેખ શેર કરીને લખ્યું છે કે તમે મહાત્મા ગાંધીને ટેકો આપી શકે અથવા સુભાષચંદ્ર બોઝને ટેકો આપી શકો.
તમે બંનેને ટેકો ન આપી શકો. તમારે તમારા હીરો વિચારીને પસંદ કરવા જોઈએ. ગાંધીજીની ટીકા કરતા કંગનાએ લખ્યું છે કે તેમણે આપણને શીખવ્યું કે કોઈ તમને થપ્પડ મારે તો તેની સામે બીજો ગાલ ધરવો પણ એવી રીતે આઝાદી નહિ માત્ર ભીખ મળે છે.
કંગનાએ બીજી પોસ્ટમાં લખ્યું છે કે ગાંધીજીએ ક્યારે પણ ભગત સિંહને ટેકો નથી આપ્યો. અનેક પુરાવા એવો સંકેત આપે છે કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી મળે. આથી તમારે કોને તમારા નાયક તરીકે પસંદ કરવા છે તે સમજી વિચારની નક્કી કરવાનું છે.