Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • June
  • ખેડૂતો માટે ખુશખબર : ખરીફ પાકની MSPમાં 2018-19 બાદનો સૌથી મોટો વધારો
  • INDIA

ખેડૂતો માટે ખુશખબર : ખરીફ પાકની MSPમાં 2018-19 બાદનો સૌથી મોટો વધારો

Real June 8, 2022
content_image_ed959c4f-9067-4dec-9249-711ea286e046
Spread the love

જગતનો તાત કાળજાળ ગરમીમાં સેકાઈને હવે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યો છે. ચોમાસાની શરૂઆત પૂર્વે જ ખેડૂતો માટે એક મહત્વના ખુશીના સમાચાર આવ્યાં છે. સરકારે ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી છે.

મીડિયા અહેવાલ અનુસાર મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુસર ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે. બુધવારે આયોજિત કેન્દ્ર સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)ની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2022-23 માટે ખરીફ પાકોની MSP વધારવનો સરકારે નિર્ણય કર્યો છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર જાહેરાત કરવામાં આવશે.

MSPમાં કેટલો વધારો થશે ?

સૂત્રોએ આપેલ માહિતી અનુસાર વર્ષ 2022-23 માટે ખરીફ પાકની MSP 5થી 20% વધી શકે છે. કેબિનેટના નિર્ણય બાદ ખરીફ પાકો એટલે કે ડાંગર, સોયાબીનના MSPમાં વધારો થશે. આ સાથે કેબિનેટે મકાઈની MSP વધારવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.

MSPમાં સૌથી મોટો વધારો : 

2018-19 સીઝન બાદ આ વખતે MSP સૌથી વધુ વધે તેવી શક્યતા છે. ડાંગર, સોયાબીન અને મકાઈ ઉપરાંત મગફળી, તુવેર, મગ, જુવાર, બાજરી અને રાગીના ટેકાના ભાવમાં વધારો મંજૂર કરવામાં આવશે. આ સિઝનમાં કુલ 14 પાકોની MSP વધારવામાં આવશે. એવી પણ ચર્ચા છે કે સરકાર કઠોળ અને તેલીબિયાંના પાકોમાં મહત્તમ વધારો કરી શકે છે.

MSP શું છે ? 

MSP એટલેકે લઘુત્તમ ટેકાના ભાવ. અનાજ-કઠોળ કે અન્ય ખાદ્યાન્નની લઘુત્તમ કિંમત એટલેકે જે ભાવે સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે અથવા તો ખેડૂતોને તેમના પાક માટે સરકાર દ્વારા ઓફર કરાતી ન્યૂનતમ કિંમત એટલે MSP. પાકની એમએસપી નક્કી કરવાનો મુખ્ય હેતુ ખેડૂતોને કોઈપણ લઘુત્તમ ટેકાનો ભાવ આપવાનો છે

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: હીરપરા પરિવારે દેશભક્તિની થીમ સાથે દીકરીના લગ્ન કર્યા : જવાનોના પરિવારો મોટે રૂ. ૧,૧૧,૧૧૧ નું દાન
Next: લદ્દાખમાં ચીનની ગતિવિધિઓ શંકાસ્પદ- ભારત માટે ખતરાની ઘંટડી

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.