Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • September
  • અરવલ્લીમાં કારે 12 પદયાત્રીઓને કચડ્યા, 6 લોકોના ઘટનાસ્થળે મોત
  • GUJARAT
  • INDIA

અરવલ્લીમાં કારે 12 પદયાત્રીઓને કચડ્યા, 6 લોકોના ઘટનાસ્થળે મોત

Real September 2, 2022
content_image_e027041f-24f1-4bc5-8cb1-4b9e8641ce0d
Spread the love

ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં અંબાજી જતા પદયાત્રીઓને કાર ચાલકે અડફેટે લેતા 1 સ્થાનિક વ્યક્તિ સહિત કુલ 7 જેટલા લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અકસ્માતમાં કુલ 6 જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને માલપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે મૃતકોને રૂ.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાયની જાહેરાત કરી છે.

પંચમહાલથી અંબાજી ચાલતા જતા પગપાળા સંઘને અરવલ્લીના માલપુરમાં કૃષ્ણાપુર પાસે અકસ્માત નડ્યો હતો. એક ઈનોવા કાર ચાલકે 12 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

અકસ્માત અંગે મળી રહેલી પ્રાથમિક વિગતો મુજબ, પદયાત્રીઓ રોડ પર ચાલી રહ્યા હતા આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ઈનોવા કારે તેમને ફંગોળ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના બોનેટનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ટાર્ગેટ કિલિંગ: કાશ્મીરમાં આતંકવાદીઓએ બંગાળના મજૂર પર કર્યો ગોળીબાર
Next: પાલિકાની તિજોરી કોના બાપાની…:નેતા તો ઠીક, હવે સુરત પાલિકાના પદાધિકારીઓ પણ વાસ્તુના ચક્કરમાં, ચેમ્બરોના રિનોવેશન પાછળ 5 કરોડથી વધુનો ધુમાડો કરી દેવાયો

Related Stories

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026

Recent Post

  • સ્ટેજ.JPGસહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા
    In GUJARAT
  • WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન
    In BUSINESS, GUJARAT
  • WhatsApp Image 2026-10-02 at 3.04.52 PMવરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-07-18 at 6.46.10 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT

You may have missed

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.