Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • ભારતમાં કોરોના વકર્યો, 126 દિવસ બાદ 800થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 5000ને પાર
  • INDIA

ભારતમાં કોરોના વકર્યો, 126 દિવસ બાદ 800થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 5000ને પાર

Real March 18, 2023 1 minute read
pb1nfw0o
Spread the love

દેશમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું

વધતા કોરોના કેસોને લઇ છ રાજ્યોને કેન્દ્રનો પત્ર

દેશમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. અલગ-અલગ રાજ્યમાં વધતા કોરોનાના કેસો ચિંતામાં વધારો કરી શકે છે. આજે 126 દિવસ પછી, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 800 થી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 841 નવા કેસ સાથે, સક્રિય કેસોની સંખ્યા હવે વધીને 5,389 થઈ ગઈ છે.

કોરોના કેસ વધીને 4.46 કરોડ થઈ ગયા 

આજે સાવર સુધીના અપડેટ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ દેશમાં કોરોના કેસ વધીને 4.46 કરોડ થઈ ગયા છે. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં કોરોનાથી એક-એકનું મોત થયું છે. કેરળમાંથી બે લોકોના મોતની માહિતી મળી છે. ડેટા દર્શાવે છે કે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે.

સરેરાશ દૈનિક નવા કેસોમાં વધારો

ભારતમાં એક મહિનામાં નવા કોરના કેસોની દૈનિક સરેરાશ છ ગણી વધી છે. એક મહિના પહેલા સરેરાશ દૈનિક નવા કેસ 112 હતા, જ્યારે હવે તે આંક 626 સુધી પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, રાષ્ટ્રીય COVID-19 રિકવરી રેટ 98.80 ટકા નોંધાયો છે.

કોરોના બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધી

આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.41 કરોડ થઈ ગઈ છે અને મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોરોના રસીના 220.64 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

વધતા કોરોના કેસોને લઇ છ રાજ્યોને કેન્દ્રનો પત્ર 

કેન્દ્રએ છ રાજ્યોને પત્ર લખીને વાઈરલ ઈન્ફેક્શનમાં અચાનક થયેલા વધારાને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે બુધવારે મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકને પત્ર લખીને પરીક્ષણ, સારવાર, ટ્રેકિંગ અને રસીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું.

સ્વાસ્થ્ય સચિવે વ્યક્ત કરી ચિંતા

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પણ આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો હતો, જે દર્શાવે છે કે કેટલાક રાજ્યોમાં કોવિડ પોઝિટિવ દરમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. તેને ચિંતાજનક મુદ્દો ગણાવતા તેમણે કહ્યું હતું કે, તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: મોદીએ મિલેટ્સ પર ટપાલ ટિકિટ-સિક્કો લોન્ચ કર્યો:કહ્યું- તૃણ ધાન્યની સફળતા ભારતની જવાબદારી, આ દુનિયાની ભલાઈ માટે જરૂરી
Next: જે પાકિસ્તાની ડૉક્ટર ન કરી શક્યા એ ગુજરાતીએ કરી બતાવ્યું:’પટેલ સાબ, મેરી અમ્મી કો બચા લો’, અજાણી યુવતીનો મેસેજ આવ્યો ને સુરતમાં બેઠેલા ડૉક્ટરે ત્રણ પાકિસ્તાનીના જીવ બચાવી લીધા

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • સ્ટેજ.JPGસહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા
    In GUJARAT
  • WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન
    In BUSINESS, GUJARAT
  • WhatsApp Image 2026-10-02 at 3.04.52 PMવરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-07-18 at 6.46.10 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT

You may have missed

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.